સેલવાસ: આજે કોરોના મહામારી વચ્ચે અને ચોમાસાના શરુવાત વરસાદમાં સેલવાસના સાયલી સાંઈધામ પરિસર તથા સ્મશાન ભૂમિ પર કલાબેન ડેલકર અને અભિનવ ડેલકર અધ્યક્ષતામાં આદિવાસી વિકાસ સંગઠનનાં અગ્રણીય ભાઈ બહેનનો અને યુવાઓ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ સેલવાસ ખોળવાયેલા પર્યાવરણમાં સુધારો લાવવા અને વૃક્ષોના મહત્વને સમાજમાં સ્થાપિત કરવા આજરોજ આદિવાસી વિકાસ સંગઠનનાં અગ્રણીય ભાઈ બહેનનો અને યુવાઓ દ્વારા સાયલી સાંઈધામ પરિસર અનેસ્મશાન ભૂમિ પર વૃક્ષારોપણનું સરાહનીય અને પ્રેરણાદાયી અને સરાહનીય કાર્ય કર્યું હતું હાલમાં આ પ્રકારનું આયોજન આજનાં સમયે ખુબ જ જરૂરી છે.
આ પ્રસંગે કલાબેન ડેલકર, અભિનવ ડેલકર, કાઉન્સિલર મીનાબેન પટેલ સંગઠનના કાર્યકર્તા યોગિતાબેન પટેલ આયોજક રાકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ રાઠોડ, વિજય પટેલ,મગનભાઈ પટેલ અને અન્ય જાગૃત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.