વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં લોકો પોતાના જીવનમાં પર્યાવરણના મહત્વને સમજે અને એને સુરક્ષિત રાખે એવા શુભ ઉદ્દેશ સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્વારા અંકલાછ ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Decision News સાથે વાત કરતાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલા અશોકભાઈ ગાંવિત જણાવે છે કે વર્તમાન સમયમાં કોરોના મહામારી વખતે જ્યારે ઓક્સિજનની લોકોમાં અછત વર્તાય રહી હતી ત્યારે ઘણા લોકોને પર્યાવરણના મહત્વની સમજ આવી હતી જો આવનારા સમયમાં આપણે પર્યાવરણને નહિ સાચવીએ તો આપણા જીવન શક્ય જ નથી. આપણું જીવન અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ વગર શક્ય બનશે પણ હવા અને પાણી વગર નહિ ! આજનો વાંસદા તાલુકામાં અંકલાછ ( વણજારવાડી ) ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ સ્થાનિક સમાજમાં જનજાગૃતિ ફેલાય એ જ હતો અમે ૫૦૦ વૃક્ષોનું વાવ્યા છે.
આ પ્રસંગે ભાજપના ઉપ પ્રમુખશ્રી દશરથભાઈ ભોયે, શાસક પક્ષના નેતા બીપીનભાઈ માહલા ,અંકલાછના સરપંચશ્રી, સતીમાળના સરપંચશ્રી તથા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો અને યુવા મોરચાના યુવાનોએ પોતાની હાજરી આપી હતી.