દાનહ: અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે ગતરોજ દાદરા નગર હવેલી ટીનોડા ગામમાં રાતના સમયગાળામાં અલ્ટો ગાડી DN.09-C-2186 ગાડી રસ્તાની સાઈટ પર આવેલા ઝાડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો.
Decision Newsને મળેલી જાણકારી અનુસાર દાદરા નગર હવેલી ટીનોડા ગામમાં રાતના સમયગાળામાં અલ્ટો ગાડી DN.09-C-2186નો અકસ્માત થયો હતો જેમાં ગાડી ચાલકનુ નામ મોહનભાઇ એસ બોરશા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં ઘવાયેલા ગાડી ચાલકને હાલમાં સારવાર માટે દપાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.
તાજા જાણકારી અનુસાર અકસ્માતમાં ઘવાયેલા મોહનભાઇ એસ બોરશા નામના ગાડી ચાલક દાદરા નગર હવેલી ટીનોડા ગામનો છે અને તેઓ પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળ્યા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી જેમાં કોઈ જાનહાની ન થવાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

