દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ડાંગ: દક્ષિણ ગુજરાતના લોકો અને તેમાં પણ ખાસ કરીને સુરતના લોકો માટે રવિવાર એટલે હરવા ફરવાનો દિવસ રવિવારે સુરતીઓ મોટી સંખ્યામાં લોકો હવા ખાવાના અને કુદરતી સોંદર્યને માણવ નીકળી પડતા હોય છે અને રવિવારની રાજાની મજા લીધી હતી પરંતુ ગતરોજ ડાંગના પ્રવાસી સ્થળો વઘઈ ગીરધોધ બોટાનિકલ ગાર્ડન અને સાપુતારા જેવા પ્રવાસી સ્થળો પર જોવા મળેલી ભીડએ માણેલી મજા આગામી સમયમાં સજા બની જાય એવા દર્શ્યો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન ડાંગના તમામ પ્રવાસન સ્થળો પર્યટકો માટે બંધ રહ્યા હતા જેના કારણે પ્રવાસન ઉઘોગને પણ ભારે ખોટ શાન કરવી પડી હતી. ડાંગ જિલ્લામાં કોરોનાના 1 વર્ષમાં બેસી ગયેલુ પર્યટન બીજી લહેર ઓછી થતાં  પુનઃ ગતિ પકડી રહ્યું છે હાલમાં હિલ સ્ટેશન સાપુતારામાં પર્યટકોની સંખ્યા વધી રહી છે પણ આપણે આવી રહેલી ત્રીજી લહેરને નજર અંદાજ ના કરી શકીએ.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારના દિવસની મજા માણતા લોકો કોરોનાને ભૂલી સાપુતારા લોકો ખાણી-પીણીની મિજબાની માણી રહ્યાં હતા વ્યવસ્થાને અભાવે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું સાપુતારા હિલ સ્ટેશન પર લોકોએ ઠંડી હવા માણી હતી. પણ હજુ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી થોડી સાવચેતી પણ જરૂર રાખવી જોઈએ