વલસાડ: આજરોજ ફરી એકવાર વલસાડના ગુંદલાવ નજીક અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત ઘટના બનવા પામી હતી જેમાં ચાલકના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરત તરફથી પૂર ઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો હાઇવેના ડિવાઇડર સાથે ટકરાઈ ડિવાઇડર કુદાવી ટેમ્પો અન્ય લેનમાં ફંગોળાયને મુંબઈ તરફથી સુરત તરફ આવી રહેલા એક સ્કોર્પિયો ગાડીને ટેમ્પો સાથે અથડાયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળ પર જ ટેમ્પો અને સ્કોર્પિયોના ચાલક બંનેના મોત થઇ ગયા હોવાનું સુત્રો જણાવે છે.
ઘટના જાણ થતાં ઘટના સ્થળ પર પોહચેલી પોલીસને તપાસમાં સ્કોર્પિયોમાંથી ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળ્યો હતો જેમાં ચાલક રામકુમાર ચૌહાણ નામના વ્યક્તિ અને ઇન્ડિયન નેવીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત ટેમ્પોમાંથી વીરજી ઠુંમરનું આધારકાર્ડ મળ્યું હતું.