વાંસદા: વર્તમાન સમયમાં મેઘરાજાની પધરામણી થવાની સાથે જ પ્રકૃતિએ જંગલોમાં વિવિધ જાતની વનસ્પતિઓ જંગલોમાં ઊગી નીકળતી હોય છે અને પ્રકૃતિ સાથે જોડાયેલો આદિવાસી સમાજ આ જાત-જાતની વનસ્પતિઓ ઉપયોગ ઓષધિ અને ખોરાક માટે કરતો હોય છે આવી જ એક વનસ્પતિને હાલના ચોમાસના વરસાદી વાતાવરણમાં જંગલોમાં અને આદિવાસીના રહેઠાણના મેદાની વિસ્તારમાં ઊગી નીકળેલ વનસ્પતિ ‘વાસકીલ‘
Decision News સાથે વાત કરતા કિરણ પાડવી જણાવે છે કે આદિવાસી સમાજના લોકો ચોમાસાની શરૂવાતમાં જ અંકુરિત વાંસ એટલે કે વાંસના પીલાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ અંકુરિત વાંસને વાસકીલ કે વાંસદી જેવા નામથી ઓળખવામાં છે. આ વાસકીલ મુખ્યત્વે ચોમાસામાં મળે છે.પણ અમુક જગ્યાએ ઉનાળામાં પણ ઉગી નીકળે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસાના ઠંડા વાતાવરણમાં નીકળતો આ વાસકીલ ખાવામાં ખૂબ જ ગરમ હોય છે. તેથી મહિલાઓ તેનો ઓછો ઉપયોગ કરે છે. આ વાસકીલને બાફીને બનાવવામાં આવે છે. આ વાસકીલ સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.તેનું અથાણું પણ ભરવામાં આવે છે. આ અથાણાનો ઉપયોગથી માનવ શરીરમાં એક નવી જ ચેતના આવી જાય છે.