નવસારી: આજરોજ આદિવાસી જનજાગૃતિ સમિતિના 3 વર્ષના શુભ પ્રવેશના દિને નવસારી આદિવાસી સમાજની સમિતિ દ્વારા સમાજની ઓફિસનું શુંભારભ ગુજરાતના રાજ્યના આદિવાસી સમાજના નેતા શ્રી પ્રદીપભાઈ ગરાસીયાના હસ્તે કરવામાં આવ્યા હતો
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી આદિવાસી જનજાગૃતિ સમિતિના કાર્યાલયના શુંભારભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય ના આદિવાસી સમાજના શ્રી પ્રદીપભાઈ ગરાસીયા સુરત આદિવાસી સમાજના આગેવાન બિલીમોરા આદિવાસી સમાજ આગેવાન સમિતિના વડીલો અને યુવા કાર્યકરોએ હાજર રહી કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.
આ પ્રસંગે પ્રદીપ ગરાસીયાએ જણાવ્યું કે આપણા આદિવાસી સમાજમાં ઘણા બધા વણઉકેલ્યા પ્રાણ પ્રશ્નો છે જેને આપણે સંગઠિત થઈને દુર કરવાના છે ખાસ કરી તેમણે બંધારણમાં મળેલા આદિવાસી સમાજના જે હકો છે તેને આદિવાસી લોકો પાસેથી છિનવી લેવામાં આવી રહ્યા છે તેની સામે જાગૃત થઇ લડત આપવાનું કામ આપણે સૌએ સંગઠિત થવા આહ્વાહન કર્યું હતું.