ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના બારોલીયા ગામમાંથી 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોમાં દીપડીના મારી નંખાયાની ચર્ચાએ જોર પકડયું છે વન વિભાગ દ્વારા દીપડીના મૂર્ત શરીરને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. દીપડીના મૃત્યુનું ખરેખર શા કારણે થયું એતો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ ચીખલી તાલુકાના બારોલીયા ગામના વાડી ફળિયાના ખેડૂત ખાતેદાર અકબરભાઈ ઇસ્માઇલભાઈ સિદાતની માલિકીના ખેતરમાં શેરડીના પાક વચ્ચે ૨ વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવતા ખેતરના માલિકે આ વિષે ચીખલી વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં RFO એ.ટી.ટંડેલ અને ટીમ ઘટના સ્થળે પોહચી મૃત દીપડીનો કબજો લીધો હતો.
હાલમાં દીપડીનું મૃત્યુ શા કારણે થયું એ વિષેની જાણકારી મેળવવા વેટરનરી ડોકટર પીએમ પ્રક્રિયા હાથ ધરી છે. દીપડીના મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ પછી જ બહાર આવશે.