વલસાડ: હાલમાં વલસાડ જિલ્લામાં ચોમાસુ ધીમીગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડના જુદા જુદા તાલુકામાં ધરમપુર, વાપી, પારડી, કપરાડા ઉમરગામમાં મેઘરાજા મન મૂકીને વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે માર્ગો પર પાણીના દશ્યો સર્જાયા જોવા મળ્યા છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર વલસાડના વાપીમાં 2 ઇંચ, કપરાડા પણ 2 ઇંચ, પારડીમાં 1 ઉમરગામમાં સવા 1 ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને રસ્તા પર ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું ધરમપુર અને વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 17 જૂને મેઘરાજા પધાર્યા હતા.
કપરાડા તાલુકાના ખેડૂત સોનજીભાઈ રાઉત હાલમાં છેલ્લા એક સપ્તાહથી અહી ચોમાસાનો માહોલ સર્જાયો છે આ વર્ષે સારુ ચોમાસું જશે તો ડાંગરની ખેતીમાં સારા પરિણામ આવવાની આશા સ્થાનિક ખેડૂતો રાખી રહ્યા છે.