કપરાડા: આપણા પૂર્વજો દ્વારા શરુ કરવામાં આવેલી વસ્ત્રદાન અને અન્નદાનની પરંપરાને આગળ ધપાવતા હોય તેમ આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબા જંગલ તથા સાહુડા ગામમાં કેશવી ફાઉન્ડેશન દ્વારા વસ્ત્ર વિતરણ તથા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે કપરાડા તાલુકાના આંબા જંગલના 70 જેટલાં લોકો તથા સાહુડા ગામના આંબાપાડા વિસ્તારની 22 વિધવાઓને અનાજની કીટ તથા 120 જેટલાં જરૂરિયાતમંદ લોકો ને કેનેડા સ્થિત શ્રી અંબેલાલ પટેલ, શ્રી જિતેન્દ્ર પટેલ, છાયા પટેલ, નંદનંદન તરફથી કેશવી ફાઉન્ડેશન દ્વારા વસ્ત્રવિતરણ તથા અનાજ વહેંચવામાં આવ્યું.

આ કાર્યક્રમના આયોજનમાં ડૉ. આશા ગોહિલ, શ્રી હાર્દિક પટેલ, લક્ષ્મીબેન પટેલ, શ્રી હેમાંગ શાહ, શ્રી નલીનભાઇ, શ્રી જીતુભાઈ, શ્રી અમરતભાઇ તથા મોટાપોંઢા કૉલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી ગણેશભાઈએ પોતાનો બહુમુલ્ય ફળો આપ્યો હતો આ પ્રંસગે આંબાજંગલના સરપંચશ્રી અમરતભાઇ પટેલ, ઉપસરપંચ શ્રી સોમનાથ ભાઈ શ્રી નીતાઇ પદ દાસ સહિત ઇસ્કોન ભક્તોએ પોતાની હાજરી આપી હતી.