સેલવાસ: આજરોજ સેલવાસના કૌચા ગામમાં દૂધનીમાં લગભગ બપોરે ૧૨:૩૦ ના સમયગાળા દરમિયાન આર્ટિકા ગાડી અને ટુ વ્હીકલ વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી હતી રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઈ જાનહાની થઇ નથી.
Decision Newsને મળેલી માહિતી મુજબ બપોરે ૧૨:૩૦ના સમયગાળા દરમિયાન સેલવાસના કૌચા ગામમાં દૂધનીમાં બોટિંગ કરવા આવેલા પરિવારની MH 47.W.3351 નંબરની આર્ટિકા ગાડી અને મિત્રો સાથે દૂધની ફરવા આવેલા DN.09. F 8025 ટુ વ્હીકલ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં બાઈકના બે સવારોને ઈજાઓ થવા પામી હતી તેથી તેમણે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખાનવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘવાયેલા ટુ વ્હીકલના સવારો હાલમાં ખતરાથી બહાર છે અને એમના પરિવારોને આ અકસ્માતની જાણ કરી દેવામાં આવી છે.