દાનહ: ગતરોજ સંઘપ્રદેશમાં વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય લોકોની જરૂરીયાત સમજી ભાજપ સરકાર દ્વારા અહીના સ્થાનિક વૃદ્ધ અને વિધવા દિવ્યાંગના પેન્સનની માસિક રકમમાં વૃદ્ધિ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જે બાબત પ્રશંસનીય છે.

મળતી માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં વૃદ્ધ અને વિધવા દિવ્યાંગ જેવા જરૂરિયાતમંદ લાભાર્થીઓના બેંક ખાતામાં એપ્રિલ અને મેં મહિનાની પેન્સનની રૂ. ૪ કરોડથી વધુ રકમ જમા કરી દેવામાં આવી છે વર્તમાનમાં ઉભી થયેલી આ કોરોના મહામારી કપરા દિવસો દરમિયાન સરકાર તરફથી ભરવામાં આવેલું આ પગલું આ લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે એમ કહી શકાય.

સરકારનું કહેવું છે કે દાનહ જિલ્લા પંચાયત વિસ્તારના ૧૨૩૦૫ જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવ્યો છે જેના કારણે આ મહામારીની વિકટ પરિસ્થિતિમાં સંઘ પ્રદેશના લોકોને આ આર્થિક મદદ મળી રહશે એ નક્કી છે.