કપરાડા: કોરોનાના આ કઠણ કાળમાં વલસાડના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પી. ડી. લાઈફ રેસ્ક્યું યુવા ગ્રુપ- બોરપાડા દ્વારા જનજાગૃતિ અને યુવાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તથા આસપાસના ગામના યુવાનોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કોરોના કપરા કાળમાં લોહીના જરૂરીયાતમંદને લોકોને લોહી માટે સુવિધા મળી રહે એવા સમાજહિતના ઉદ્દેશથી યુવાનોએ રકતદાન શિબિર યોજી હતી જેમાં રક્તદાન કેમ્પનો શુભારંભ જાગૃતિ મહિલા જયમતી બેનના રક્તદાનથી થયો હતો આ રક્તદાન શિબિરમાં રકતદાતાઓએ 51 બોટલ રકતદાન કરી આ શિબિરને સફાળા બનાવવાનો પ્રયન્ત કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે રકતદાન શિબિર માર્ગદર્શક ભારતીય જનતા યુવા મોર્ચાના ઉપપ્રમુખ ભાષીનભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી જીતુભાઈ ચોધરી સામાજિક કાર્યકર્તા બિપીનભાઈ રાઉત પી. ડી. લાઈફ રેસ્ક્યું યુવા ગ્રુપ – બોરપાડા રક્તદાન શિબિરના આયોજક દીપકભાઈ ભાવર, પ્રફુલભાઈ કુરકુટિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, કપરાડા તાલુકા પ્રમુખ મોહનભાઈ કરેલ, ઉપપ્રમુખ ગોપાલભાઈ ગાયકવાડ, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કિરણભાઈ ભોયા, સામજિક કાર્યકર્તા જયેન્દ્રભાઈ ગાંવિત, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કપરાડા તાલુકા સંયોજક દેવચંદભાઈ કનોજા તેમજ સેવા ભાવિ કાર્યકર્તાઓએ પોતાની હાજરી આપી હતી.