સેલવાસ: ગતરોજ સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ ભાજપના પ્રદેશની અધ્યક્ષતામાં સેલવાસના અટલ ભવન ખાતે ભાજપે 25 જુન 1975 લોકતંત્ર પર કટોકટીના 45 વર્ષ પૂર્ણ થતાં કાળા દિવસ તરીકે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી અનુસાર સેલવાસના અટલ ભવન ખાતે ભાજપે 25 જુન 1975 લોકતંત્ર પર કટોકટીના 45 વર્ષ પૂર્ણ થતાં કાળા દિવસ તરીકે ઉજવ્યો હતો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે જણાવ્યું કે દેશમાં આજે ઇમરજન્સીના 45 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ કાળો દિવસ તરીકે ઉજવણી કરશે. દેશની લોકતાંત્રિક અવાજોને દબાવી કોંગ્રેસી સરકાર દ્વારા લોકતંત્ર નાબુદ કરી તાનાશાહી ચલાવી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું કે દેશમાં લોકતંત્રના ક્રુર દમનનો વિરોધ કરતા હજારો સ્વયં સેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમ કહી શકાય આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવક્તા અંકિતા પટેલ, દ્વારિકાનાથ પાંડે, બી.એમ.માછી વગેરે પણ હાજર રહ્યા હતા.