વાંસદા: ગતરોજ લઘુમતી મોર્ચાના નીમાયેલા પ્રમુખ શ્રી અંસારી મુઝફ્ફર પ્રભારી જાવેદ દરેબી મહામંત્રી રઝાક હાસમ મુલતાની ઉપપ્રમુખ મોઈનુલ શેખ આરીફ પઠાણ આસિફ શેખ મંત્રી સોહેલ શેખ સાજીદ મકરાણી ગુલામ શેખ કોષાધ્યક્ષ ફજલ મોહમ્મદ શેખ તથા અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો અમરભાઈ શેખ હમીદભાઈ શેખ સોકતભાઈ શેખ સાબિરભાઈ પઠાણ શબ્બીરભાઈ ગુલામઅલી શેખ હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ લઘુમતી મોર્ચાના પ્રમુખ અંસારી મુઝફ્ફરે જણાવ્યું કે ગુજરાત સરકાર તરફથી લઘુમતિ સમાજને અનેક લાભો આપવામાં આવે છે. મોદી સરકાર મુસ્લિમ સમાજની મહિલાઓ યુવાનો બેરોજગારો માટે પણ વિવિધ યોજના અમલમાં લાવીને મદદરૂપ બની છે. કોરોના સમયમાં પણ ભારત સરકારની કામગીરી પ્રશંસાને પાત્ર રહી છે. તેમણે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે ઉભા રહીને આવનારી ચુંટણીમાં કઈ રીતે કામ કરવાનું છે તેની રણનીતિ વિષે વાતો કરી હતી.
આ ઉપરાંત લઘુમતી મોર્ચાના મહામંત્રી રઝાકભાઈ દ્વારા સમાજને વિકાસની દિશામાં આગળ લઇ જવો અને સમાજ માટે કઈ રીતે ઉપયોગી થવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. અને ભારતીય જનતા પાર્ટી સાથે ખભે-ખભા મિલાવી રહવાનું સુચન પણ સમાજને કર્યું હતું.