પારડી: કોરોનાના કપરા કાળમાં લોકો એવા પણ પરેશાન છે ત્યાં જ વલસાડ જિલ્લામાં આવેલી સ્કૂલવાળાઓ તરફથી પણ અવાર-નવાર બાળકોના વાલીઓને ફ્રીને લઈને ફોન-પર-ફોન કરી હેરાન કરવામાં આવી રહ્યાની ઘટના ગતરોજ પ્રકાશમાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં ચાલતી પ્રાઇવેટ/ટ્રસ્ટ સંચાલિત સ્કૂલો છે જે અભ્યાસ તો ઓનલાઈન કરાવી રહી છે પરંતુ મોટાભાગની સ્કૂલો દ્વારા બાળકોના વાલીઓ પર મોટી ફ્રી ચૂકવાનું પ્રેશર કરવામાં આવી રહ્યું છે આ કોરોનાના કઠણ સમયમાં સ્કૂલો દ્વારા કરવામાં આવી રહેલું આ પ્રકારનું વર્તનના કારણે વાલીઓ નારાજ અને દુઃખી થઇ ગયા છે આવા સમયમાં ઘણા વાલીઓએ સ્થાનિક નેતાઓનો સહારો લેવાનું વિચારી એમના દ્વારા પોતાનો અવાજ શિક્ષણ સાથે સંકળાયેલા હોદ્દેદારો સુધી પોહ્ચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
કોંગ્રેસના નેતાઓ દ્વારા આ બાબતે શિક્ષણ અધિકારીને જણાવ્યું કે એક બાજુ રાજ્ય સરકાર મોટી ફ્રી વસુલતી સ્કૂલો પર કડક પગલાં લેવાનું કહી રહી છે અને તમે કોઈ પણ પ્રકારના પગલાં લઇ રહ્યા નથી આવા સમયે બિચારા વાલીઓને પીસાવાનો વારો આવ્યો છે જો થોડા સમયમાં તમે આ બાબતે કોઈ પગલાં નહિ લો તો કોગ્રેસ રસ્તા પર ઉતરી જનઆંદોલન કરશે એ નક્કી છે. આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પારડી નગર પાલિકાના કાઉન્સિલર બિપિનભાઈ પટેલ જિલ્લા મીડિયા કો. કન્વીનર ઈરફાનભાઈ કાદરી.અને યુથ કૉંગ્રેસના નેતા ફરહાનભાઈ બોગા સહિત વાલીઓ પણ જોડાયા હતા.