વાંસદા: આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વડ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા અર્ચના કરતી જોવા મળે છે આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે સાવિત્રીના પતિ સત્યવાનને વડનાં ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું. આ કારણે વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે.

Decision News સાથે વાત કરતાં વાંસદામાં વડ સાવિત્રી ઉજવતી મહિલાઓ જણાવે છે કે આજના દિવસે સ્ત્રીઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી અને લાલ અથવા પીળા રંગના કપડાં પહેરી તૈયાર થાય છે. બધી જ પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્રિત કરી પ્લેટમાં રાખી વડના ઝાડ નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓની સ્થાપના કરે છે ત્યાર બાદ વડના ઝાડના મૂળમાં પાણી ચડાવી ફૂલો, પલાળેલા ચણા, ગોળ અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. તે પછી સુતરથી વડને આસપાસ સાત વાર પરિભ્રમણ કરી દોરને લપેટીને બાંધે છે. અને છેલ્લે નમન કરીને પરિક્રમા પુરી કરી હાથમાં ચણા રાખીને વટ સાવિત્રીની કથા વાંચી કે સાંભળીને બ્રાહ્મણોને ફળો અને કપડાં દાન કરે છે.

જો વડ સાવિત્રીની મહિમા વિષે વાત કરવામાં આવે તો આપણી ધાર્મિક દંતકથા અનુસાર, સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સાસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું. તેથી, સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિની દીર્ધાયુષ્ય અને સંતાન મેળવવા માટે કરે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.

વડ પૂર્ણિમાની કથા વિષે આપણા વડીલો પાસેથી જાણેલી વાતો મુજબ એક દંતકથા પ્રમાણે અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વડના ઝાડ નીચે સુઈ ગયો હતો. જયારે સત્યવાનના જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી. સાવિત્રી તેના પતિના પ્રાણ યમરાજને લઇ જોઈને તેના સો પુત્રોના વરદાનની યાદ આવી ગઈ હતી. સાવિત્રીના કઠોર તપ અને પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા. વડના ઝાડની નીચે પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે.