વાંસદા: હાલમાં જ ગુજરાત સરકારે ખાતરના સસ્તા દરે ખેડૂતો સુધી પોચાડીયું છે. પરંતુ ડીઝલની કિંમતમાં લિટર લગભગ 25 રૂપિયાનો વધારો કર્યો છે એવા સંજોગોમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતો કપરી પરિસ્થિતિનો સમાનો કરી રહ્યા છે તેઓ સરકારને પૂછવા માંગે છે કે ‘સરકારને ખાતરના ભાવ તો ઓછા કર્યા પણ ડીઝલ ભાવથી કેમ કમર ભાંગી નાંખી‘
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના આદિવાસી ખેડૂતો હાલમાં ડીઝલ પર આધારિત ખેતી કરતા જોવા મળે છે. અહીનો ખેડૂત ખેતરમાં ખેડાણથી માંડીને પાકને પાણી આપવા જેવા ઘણા ખેતી કામમાં ડીઝલનો ઉપયોગ કરતો હોય છે પરંતુ વર્તમાનમાં ડીઝલના ભાવમાં વધારાને કારણે ખેતી ખુબ જ ખર્ચાળ બની ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે
ગુજરાત સરકારે ખેડૂતોને સબસિડીમાં વધારો કરીને ખાતરોની મોંઘવારીથી ચોક્કસપણે બચાવી લીધા છે પણ ડીઝલની ભાવ વધારાથી ખેડૂતોને ખર્ચમાં વધારો કરી ખેડૂતોના આયોજનની રૂપરેખા ભૂસી તેમને ચિંતાતુર બનાવ્યા છે.

