ચીખલી: ગતરોજ સવારથી જ ચીખલીમાં પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી છુટા છવાયા વરસાદ વચ્ચે ચોમાસુ ધીમી ગતિએ જામવા માંડયાની સાબિતી આપી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ચીખલી તાલુકાના ગામોમાં વરસાદના ઝાપટા દરરોજ વરસી રહ્યા છે

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગત વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો છવાયા બાદ મેધરાજની પધરામણી થઈ હતી. બપોર સુધી સતત વરસતા રહેલા વરસાદના કારણે ચીખલીના જુના વલસાડ રોડ, ચીખલી-વાંસદા રોડ, ચીખલી તલાવચોરા ઉપરાંત નેશનલ હાઇવેના સમરોલી, થાલા વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલના ન થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેના લીધે વાહન ચાલકોએ મુશ્કેલી સામનો કરવો પડયો હતો.

ચીખલી પંથકમાં નોંધપાત્ર વરસાદથી ધરતીપુત્રોને મોટી રાહત થઇ છે અને વાવણી પ્રક્રિયા બોહળા પ્રમાણમાં જોવા મળે છે. સતત વરસાદી માહોલના કારણે સ્થાનિક સ્તરે વાતાવરણ પણ ઠંડુંગાર બનાવથી લોકોનએ બફારાથી રાહત મેળવી છે.