વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં વીજ ચેકિંગ ગયેલા પીપલખેડ ગામની પેટા વિભાગીય કચેરી GEBના કર્મચારીઓને ઘોડમાળ ગામના ચાર શખ્સો દ્વારા આપવામાં આવેલી માર મારવાની ધમકીને લઈને વાંસદા પોલીસ મથકે નાયબ ઈજનેરે સરકારી કામમાં અવરોધ ઉભો કરતા યુવાનો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર વાંસદાના પીપલખેડ ગામમાં આવેલી ગુજરાત વીજ કંપની લિ.ની પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં 31 ગામ આવે છે આ ગામોના નાયબ ઈજનેર દિનેશભાઇ ગાવિત છે ત્યારે ગતરોજ નાયબ કાર્યપાલક ઈજનેર દિનેશભાઇ, આસિસ્ટન્ટ લાઈનમેન પ્રકાશ પટેલ તેમજ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા ગાડી ચાલક અને શ્રીકાંત પટેલ સાથે ઘોડમાળ ગામના ઉપલા ફળિયા વિસ્તારમાં વીજ ચોરી ચેકિંગ માટે ગયા હતા આ દરમિયાન મણિલાલ ભગરિયા, રતિલાલ ભગરિયા, કેતનભાઈ ભગરિયા, સુરેશભાઇ ભગરિયા નામના વ્યક્તિઓ દ્વારા આ એરિયામાં વીજ ચેકિંગ કરવું નહીં એમ કહ્યું હતું.
આ ઉપરાંત સરકારી કામમાં રુકાવટ અને સરકારી ગાડી રોકી ગાળો આપી, દિનેશભાઈનો શર્ટનો કોલર પકડી ઢીકમુક્કીનો માર મારી શર્ટનું બટન તોડી નાંખી તોડી નાખવામાં આવ્યું હતું અને ગામમાં આવશો તો તમારા વાહન સળગાવી દઈશું તેમજ જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા વાંસદા પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસ તપાસ આદરી છે.

