વાંસદા: ગુજરાતમાં નવસારીના વાંસદા તાલુકામાં લીમઝર ગામમાં ગતરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સિદ્ધાર્થભાઈ, ચંદુભાઈ જાદવ, ધારાસભ્ય અનંત પટેલ હજારીમાં કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ લીમઝરમાં યોજવામાં આવી હતી.
Decision Newsને મળતી માહિતી મુજબ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા કારોબારી મંત્રી અને વાંસદા તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ ફતેસિંહભાઈ, કારોબારી સદસ્ય છનાભાઇ પાંડવી, માજી સરપંચ ઇશ્વરભાઇ તેમજ અન્ય આગેવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે સર્વસંમતિથી હસમુખભાઈ પટેલનું નામ પસંદ કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં ઉપસ્થિત વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભાજપની સરકાર લોકોને સુવિધા આપી શકી નથી. હોસ્પિટલોમાં સ્ટાફ, ઇન્જેક્શન, દવા, વેન્ટિલેટર, ઓક્સિજન જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી આપી શકતી નથી.

