ચીખલી: આજે ચા કરતા કીટલી ગરમની કહેવત સાચી કરતી ઘટના વલસાડ ડેપોની વાપીથી અમદાવાદ જતી બસે ડેપો દ્વારા રોકવા નક્કી કરેલા સ્ટેશન ચીખલી બસ સ્ટેન્ડમાં ન લઇ જઈ સીધા હાઇવે પરથી હંકારી મુકતા ડ્રાઇવર કંડકટર મનમાની કરી અમદાવાદ જનારા પ્રવાસીઓને અટવાવવાની સામે ઘટના સામે આવી છે.

Decision Newsને મળતી માહિતી અનુસાર વલસાડ ડેપોની ચીખલી બસ સ્ટેન્ડમાં વાયા કરતી વાપીથી અમદાવાદ જતી “વાપી ચાણસમા અમદાવાદ” બસમાં બીલીમોરાના પ્રવાસીએ ચાર વ્યકિતનું રીઝરવેશન કરાવ્યું હતું આ પ્રવાસીઓ ચીખલી બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈ રહ્યા હતા. પણ બસના ડ્રાઈવર કંડકટર પોતાની મનમાની ચલાવતા હોય તેમ બસને હાઇવે પરથી જ બારોબાર હંકારી ગયા હતા. પ્રવાસીઓ દ્વારા કલાકો રાહ જોવા બાદ પણ બસ ન આવતા બસનું લોકેશન જોતા બસ નવસારીની આગળનું લોકેશન બતાવતા પ્રવાસીઓને એ વાતનો ખ્યાલ આવ્યો કે બસ બારોબાર નીકળી ગઈ છે આમ બસમાં રીઝવેશન કરાવેલ પ્રવાસી અટવાઈ ગયા હતા.

આ બાબતે પ્રવાસીઓએ ચીખલી કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા ત્યાં કોઈ ન હોય પછી બીલીમોરા અને વાપી કંટ્રોલ રૂમમાં પણ ફોન દ્વારા સંપર્ક કરતા ત્યાં કોઈએ ફોન ઉઠવ્યો ન હતો. આમ પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી આપણું તંત્ર ઉંઘમાં હોવાની આવી ઘટના સાબિતી પુરતી હોય છે.