વાંસદા: પ્રદેશમાં ચાલુ થયેલા ચોમાસાના વરસાદના કારણે હવે વીજળીના તારો તૂટવાની અને વીજ સ્થંભ તૂટી જવાના બનાવ બનવા લાગ્યા છે ગતરોજ જ નવસારીના વાંસદા તાલુકાના રાણી ફળીયા સાગર સિમેન્ટ પ્રોડકશનની બાજુમાં શરૂનું ઝાડ વીજળીના તાર પર પડવાના કારણે 3 વીજળીના થાંભલા ભાંગી ગયાની ઘટના બનવા પામી છે. જુઓ આ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના રાણી ફળીયા ગામમાં વીજળીના થાંભલા તૂટી પડવાની ઘટના ઘટિત થઇ છે હાલમાં જ ચોમાસાની ઋતુની શરૂવાત થઇ છે ત્યારે સ્થાનિક વિસ્તારમાં અવાર-નવાર વરસાદ સાથે પવન આવતો હોય છે આવા સંજોગોમાં ગતરોજ વાંસદાના રાણી ફળીયા ગામમાં આવેલ સાગર સિમેન્ટ પ્રોડકસનની બાજુમાં અચાનક આવેલા વરસાદ સાથે પવનના કારણે સરોવરનું ઝાડ વીજળીની લાઈન ઉપર ધરાશય થવાથી વીજળીના થાંભલા ભાંગી ગયા હતા આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં અફરાતફરી સર્જાય હતી.
આ ઘટના ઘટિત થતાં જ ગામના જાગૃત નાગરીકો દ્વારા વીજળી વ્યવહાર વહીવટી તંત્ર ખબર કરવામાં આવતા ત્યાંથી જ તાત્કાલિક ધોરણે વીજળીની સેવા બંધ કરી દેવામાં આવી હતી આ ઘટનાની રાહતની વાત એ બની કે કોઈ જાનહાની થઇ ન હતી.