નાંદોદ: ગતરોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામની પોતાના ઘરના પશુઓને ચરાવવા ગયેલી આદિવાસી પરિવારની સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ નાંદોદ તાલુકાની આદિવાસી પરિવારની સગીરા પોતાના ઘરના પશુઓ લઈને ચરાવવા ગામના સીમમાં ગઈ હતી તે દરમિયાન ગતરોજ બપોરના દોઢ વાગ્યાના સમયગાળામાં શેરડીના ખેતર નજીક પશુ સગીરા ચારતી હતી. ત્યારે ગામનો જ એક અલ્પેશ મહેંદ્ર વસાવા નામનો યુવાન ત્યાંથી બાઈક લઇ ત્યાં આવી પહોંચ્યો અને સગીરાના એકલતા ફાયદો ઉઠાવી સગીરાનો હાથ પક્ડી શેરડીના ખેતરમાં તાણી ગયો આને ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુસ્કર્મ આચર્યું હતું
યુવાને સગીરાને ધમકી આપી હતી કે આ સમગ્ર ઘટના વિષે કોઈને પણ જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ એમ કહી તે ત્યાંથી છુમંતર થઇ ગયો હતો પરંતુ સગીરાએ પરિવારને હકીકત જણાવી દેતા પરિવારે આમલેથા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનારા યુવાન અલ્પેશ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી હતી હાલમાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.