તાપી: આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેલ્ધા અને દેગામ ગામમાં જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ પાણીનું મહત્વ અને બચાવ બાબતે જાગૃતિ અર્થે ગામના બાળકો માટે ચિત્રસ્પર્ધા અને લોકો સાથે મળી સુત્રો ઉચ્ચાર સાથે ગામની શેરીઓમાં રેલીનું અયોજન કરવામાં આવ્યુ.
Decision Newsને મળેલી માહિતી મુજબ તાપીના આ બંને ગામોમાં પાણી પુરવઠા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રવૃતિઓ થકી પાણીનું મહત્વ અને બચાવ બાબતે જાગૃતિ અર્થે ગામના લોકો સાથે મળી સુત્રો ઉચ્ચાર સાથે ગામની શેરીઓમાં કાઢવામાં આવેલી આ રેલીમાં ગામ લોકોએ બમણા ઉત્સાહ સાથે રેલીમાં ભાગ લીધો હતો.
તાપી જિલ્લાના બંને ગામોમાં હર ઘર જલ યોજનાઓ અંતર્ગત ગ્રામજનો સાથે મળી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો પાણીનું મહત્વ સમજતા થાય તે બાબત અંકિત કરતા ચિત્રો બનાવવામાં આવ્યા તે ઉપરાંત યોજનાની સમજણ આપી જાળવણી અંગે વર્કશોપનું આયોજન થયું હતું

