સેલવાસ: આજરોજ દા.ન.હના યુવા નેતા અભિનવ ડેલકરે પોતાના પિતાશ્રી સ્વં મોહન ભાઈ ડેલકારની 4 પુણ્યતિથિને યાદ કરતા સેલવાસના કરાડ ગામના સ્મશાનમા વૃક્ષારોપણ કરી આ દિવસને યાદગાર બને એ રીતે ઉજવણી કરી હતી જેમાં અભિનવે પરિવાર સાથે પર્યાવરણ સાચવવાનો સંદેશ આપ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ સ્વં મોહન ભાઈ ડેલકારની 4 પુણ્યતિથિએ ઉજવાયેલા વૃક્ષારોપણ પ્રસંગે દિપક પ્રધાન ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયત નિશાબેન ભાવાર જિલ્લા પંચાયત પ્રમુખ અને સરપંચ ચંદન બેન જેવા અગ્રણીઓએ હાજર રહીને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો. પોતાના પિતાશ્રીના કામોને યાદ કરતાં વૃક્ષારોપણ કરી અભિનવે પ્રકૃતિને વંદન કર્યા હતા.
પોતાના પિતાના મૃત્યુ પછી જ અભિનવ ડેલકરે દા.ન.હના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. હાલમાં જ સમાજના વિવિધ કાર્યોને લઈને બહાર નીકળતા થયા છે અને પોતાના પિતાશ્રીના પગલે ચાલી રહ્યા છે એમ કહી શકાય.