ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામના ખેતરમાંથી સમરોલીની 33 વર્ષીય મહિલાની લાશ મળવાની ઘટના પ્રકાશમાં આવતાવેંત જ સમગ્ર પંથકમાં હત્યા થયાની લોક ચર્ચાનો વંટોળ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સોમવારની સાંજના સમયે ચીખલી તાલુકાના થાલા ગામે હીરોના શો-રૂમની પાછળ ખેતરમાં ચીખલીના જ સમરોલી ગામમાં રહેતી ૩૩ વર્ષીય શીલાબેન નગીનભાઈ હળપતિ મૃત હાલતમાં મળી આવ્યા હતા અહીના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મહિલાની હત્યા કરવામાં આવી છે. હાલમાં મહિલાની લાશને પીએમ મોકલી દેવામાં આવી હતી તેના રિપોર્ટ આવ્યાં પછી જ સમગ્ર ઘટનાનો ખ્યાલ આવી શકે.
સ્થાનિક સુત્રો પાસેથી Decision Newsને જણાવા મળ્યું છે કે જૂના વલસાડ રોડ, બેંક ઓફ બરોડાની બાજુમાં ચીખલીમાં રહેતા અર્જુન રિતેશ પટેલ સાથે આ મૃતક બહેન શીલાબેન નગીનભાઈ હળપતિનો પ્રેમસંબંધ હતો તેઓ બંને સાથે જ રહેતા હતા અર્જુન પટેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં અકસ્માતનો ગુણો નોંધી ચીખલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.