ગાંધીનગર: આજથી ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટેની ગુજકેટના ફોર્મ અને આવતીકાલ તા. ૨૩ થી ૩૦ જૂન સુધી ગુજકેટના ફોર્મ ભરાશેની જાહેરાત કરવામાં આવી છે. ગુજકેટ ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન તે JEE-મેઈનનું શિડયૂલ જાહેર કર્યા પછી ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે એવું શિક્ષણના નિષ્ણાંતવિદોનું માનવું છે

Decision Newsએ ગુજરાત સરકારની શિક્ષણ વેબસાઈટ પરથી મેળવેલી માહિતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે. A, B, AB ગ્રૂપના ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. તમે ફોર્મ આજે તા.૨૩-૬ના બપોરે ૧૨-૩૦થી તા.૩૦-૬ સુધી ઓનલાઈન ભરી શકશો

વિતેલા વર્ષ દરમિયાન ગુજરાતમાં ૧,૩૪,૦૦૦ વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી હતી. આ વર્ષે કેટલા ફોર્મ ભરાશે અને કેટલા  વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપવા બેસશે એતો આવનારા સમયની પરિસ્થિતિ નિર્ભર છે.