પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં સરકારની ટેબલેટ યોજનામાં નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 30 હજાર ટેબલેટ ફાળવ્યા છે. વિદ્યાર્થીઓએ ફીની ચુકવણી અને ટેબ્લેટની નોંધણી થયેલ 10,973 વિદ્યાર્થીઓને ટેબ્લેટ હજુ સુધી આપવામાં આવ્યા નથી.

આજરોજ વલસાડના ધરમપુર તાલુકામાં વનરાજ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ બાબતે વારંવાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સરકારની સંબંધિત કચેરી પર જઈને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ટેબલેટ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય એમ નથી દેખાય રહ્યું. વિદ્યાર્થીઓ Decision News સાથે વાત કરતાં કહે છે કે ક્યાં અમને ટેબ્લેટ આપવામાં આવે ક્યાં પછી તેની રકમ પરત કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજનાનો આરંભ કર્યો હતો આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા પણ એ પછી ગયા વર્ષે કોરોનાના કારણે યોજના હેઠળ ટેબ્લેટ મળી ન શક્યા સરકારનું કહેવું છે કે ટેબ્લેટની ક્વોલિટી સારી ન હોવા સાથે ચાઈના સાથે પ્રોબ્લેમ થવાના કારણે ગુજરાત સરકારે ચાઈના પાસે ટેબ્લેટ ખરીદવાનું બંધ કર્યું અને યુનિવર્સિટીને આદેશ આપવામાં આવ્યો છે કે ટેબ્લેટ મળી શકે તેમ નથી માટે વિદ્યાર્થીઓને 1 હજાર પરત કરી દેવા સૂચન છે.