વલસાડ: ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત જન શિક્ષણ સંસ્થાન વલસાડ દ્વારા સંચાલિત ૪૫ વર્ગોમાં લગભગ ૮૦૦ થી વધુ બહેનો અને ભાઈઓએ વિવિધ આસનો અને પ્રાણાયામ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી કરવામાં આવી હતી.

Decision News સાથે ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત જન શિક્ષણ સંસ્થાન વલસાડ અંભેટીના સંચાલક પ્રદીપભાઈ સોનાર કહેવું છે કે ગતરોજ ‘યોગ ફોર વેલનેસ’ની થીમ ઉજવાયેલા યોગ દિવસે અહી ૪૫ જેટલાં વર્ગોમાં લગભગ ૮૦૦થી વધુ બહેનો અને ભાઈઓએ ડૉ.હર્ષદ સોલંકી (જોઈન્ટ સેક્રેટરી, નેશનલ & એશિયન યોગાસનના સ્પોર્ટ્સ ફેડરેશન) દ્વારા ઓનલાઇન યોગના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો અને પ્રાણાયામ કરી કરવામાં આવ્યા હતા અને વર્તમાન પરિસ્થિતિ મહત્વ અને ઉપયોગીતા અંગે ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી

અંભેટીમાં આ વર્ષે ઉજવાયેલા વિશ્વ યોગા કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને પોસ્ટ કોવિડ કેર અને રસીકરણથી લોકોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત યોગાના નિષ્ણાત ડૉ. સોલંકી દ્વારા અલગ અલગ યોગાસન કઈ રીતે કરવા અને તેનાથી શરીરના અંગોને થતા ફાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં યોગા કેટલા ફાયદાકારક છે તે અંગેની માહિતી અપાઈ હતી.