વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના ગોળાબારી ગામમાં આવેલી ધી.મોટી ભમતી સેવા સહકારી મંડળી લિ. માં સંચાલક લકશુભાઈ માધુભાઈ ગાંગોડા દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી BPL કાર્ડ ધારકોને ઓછું અનાજ આપી અનાજ ગપચાવી જવાની ઘટના સૂત્ર દ્વારા આપતા Decision News ના રિયાલીટી ચેક દ્વારા બહાર લવાતા ગઈ કાલે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ જ્યારે વર્તમાન સમયમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવાની યોજના ચાલી રહી છે. વાંસદા તાલુકાના ગોળાબારી ગામમાં આવેલી ધી.મોટી ભમતી સેવા સહકારી મંડળી લિ. માં સંચાલક લકશુભાઈ માધુભાઈ ગાંગોડા દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી BPL કાર્ડ ધારકોને ઓછું અનાજ આપી અનાજ ગપચાવી જવામાં આવતું હતું
આ સમગ્ર ઘટના પછી જિલ્લાના પુરવઠા અધિકારી વિશાલ યાદવ અને તેમની ટીમે વાંસદાની આ સહકારી મંડળીની સસ્તા અનાજની દુકાનમાં તપાસ શરૂ કરી હતી આ બાબતે સંચાલકને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આગળથી અનાજ ઘટ આવે એટલે એવું કરવું પડે છે. જિલ્લાના પુરવઠા અધિકારી વિશાલ યાદવનું કહેવું છે કે તપાસ પુરી થયા બાદ દુકાનદારે ગોબાચારી કરી હશે તો તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.