ડાંગ: આહવા સિવિલ હોસ્પિટલમાં બ્લડબેંકની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ જેમાં ફક્ત વ્હોલ બ્લડની વ્યવસ્થા છે આના કારણે સામાન્ય નાગરિકોને અને ખાસ કરીને ગર્ભવતી અને પ્રસુતિ કરાવતી મહિલાઓને ઘણી મુશ્કેલી ઉભી થાય છે અને જીવનો જોખમ રહેલ છે.

Decision Newsને મળતી માહિતી અનુસાર હાલ બ્લડ સેન્ટર જનરલ હોસ્પિટલ ભાડાના મકાનમાં કાર્યરત છે. જેમાં ફક્ત વ્હોલ બ્લડની વ્યવસ્થા છે. પરંતુ ડાંગ જિલ્લામાં મોટે ભાગે ગર્ભવતી અને પ્રસુતિ કરાવતી મહિલાઓનું લોહી ઘણું ઓછુ રહે છે. જેથી તેમને વ્હોલ બ્લડની બદલે પેક સેલ વોલ્યુમ આપવું પડે છે. જેની હાલમાં બ્લડ બેંક સેન્ટર પર વ્યવસ્થા નથી અને પેક સેલ વોલ્યુમ બ્લડ માટે વલસાડ કે બીલીમોરા જવું પડે છે અને આ અંતર ઘણું દુર છે.

ડાંગ જીલ્લાના બસપા પાર્ટીના અધ્યક્ષ મહેશ જી અહિરેનું કહેવું છે કે આ સમસ્યાનું નિવારણ માટે પેક સેલ વોલ્યુમ બ્લડ માટે હાલમાં ૮ક્મ્પોનેન્ટ રૂમ છે, પરંતુ તેના માટે ૧૦૦ ચો.મી વધારાની ૨ રૂમની જરૂર છે જે અહી નથી, જેથી 2 વધારાની ક્મ્પોનેન્ટ રૂમની વ્યવસ્થા કરવી પડે તેમ છે, આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ડાંગ જીલ્લા કલેકટરને  બસપા પાર્ટી દ્વારા આવેદનપત્ર  આપવામાં આવ્યું.