ધરમપુર: વરસાદના આગમન પહેલાં જ કૃષિકાર્ય સાથે જોડાયેલા ગામડાનો ખેડૂત જમીન તૈયાર કરી જે તે પાક નાંખવાના યોગ્ય સમયની રાહ જોતા હોય છે. હાલમાં જ ધરમપુર તાલુકાના ખેડૂતો પણ વાવણી કરી ડાંગરનો પાક લેવાની મથામણમાં જોતરાય ગયો છે.

Decision News સાથે ડાંગરના વાવણી વિષે વાત કરતાં ધરમપુર તાલુકાના ખામ દહાડ જયંતીભાઈ રાઉત જણાવે છે કે ડાંગરનું ધરુ વાળિયું તૈયાર કરવા માટે સૌપ્રથમ જે જગ્યા નક્કી કરી હોય ત્યાં સુકાઈ ગયેલાં પાંદડાં તેમજ અન્ય કચરો સળગાવી ‘આદર’ તૈયાર કરવામાં આવે છે ત્યાર બાદ ખેડ કરી માટીને બારીક બનાવી તેના પર ધરુ ઉગાડવામાં આવે છે. ધરું નાંખી એની ઉપર પરંપરાગત રીતે રાખ નાંખી જીવ-જંતુઓ બિયારણથી દુર રખાય છે. ત્યાર પછી ધરુંને ઉખડીને રોપણી કરવા માટે તૈયાર બને છે.

હાલમાં ધરમપુરમાં ધરતીપુત્રોએ એક-બે દિવસથી વાદળો ઘેરાતાં અને વરસાદી ઝાપટાં શરુ થઈ જતાં વાવણીની તૈયારી આરંભ કર્યો છે. મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી પ્રકૃતિને આ વર્ષની ખેતી ફળદાયી નીવડે એવી પ્રાર્થના કરી રહ્યા છે.