વાંસદા: દક્ષિણ ગુજરાત પ્રદેશમાં આવેલા ગિરિમથક સાપુતારા મોજ માણવા માટે આજે મોટી સંખ્યામાં લોકો ગયા હતા ત્યારે સાંજના સમયે નવસારીના વાંસદાના હનુમાન બારી ભીલ સર્કલ પાસે 10 કિલોમીટર ટ્રાફિકની લાંબી લાઇન લાગી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.
Decision Newsને મળેલી વિગત મુજબ દક્ષિણ ગુજરાત પ્રદેશમાં આવેલા ગિરિમથક સાપુતારા મોજ માણવા સાંજે પરત ફરતી વેળાએ મોટી સંખ્યામાં લોકો પરત ફરતા વાંસદાના હનુમાન બારી ભીલ સર્કલ પાસે 10 કિલોમીટર લાંબી લાઇન લાગી હતી. વાંસદા પોલીસે ટ્રાફિક હળવો કરવા માટે અને સોશિયલ ડીસ્ટંસની જાળવણી થાય તે માટે બસ સહિત અન્ય પ્રાઇવેટ વાહનોમાં ચેકિંગ શરુ કર્યું હતું અને ત્યાં જ મોટો હોબાળો થયાની ઘટના બની હતી. ઘટના સ્થળ પર હાજર લોકોનું કહેવું હતું કે સુરત જઈ રહેલી એક બસમાં સોશિયલ ડિસ્ટન્સનું ભંગ થતો જોઈ પોલીસ દ્વારા બસને રોકી બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી એટલે બસને અડધો કલાક રોકાવું પડયું હતું આ દરમિયાન એક પ્રવાસીની તબિયત બગડતા બસના બીજા પ્રવાસીઓએ હોબાળો કરવામાં આવ્યો હતો.
બસના એક પ્રવાસી સાથે Decision Newsના રિપોર્ટરે વાત કરતા તેમણે કહ્યું કે અહીની સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે પ્રવાસીઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યું છે જે ઉચિત નથી. વાંસદામાં ૫:૦૦ વાગ્યે લાગેલી આ ટ્રાફિકની લાંબી લાઇન લગભગ ૮:૩૦ના સમયગાળા દરમિયાન કિલયર થયું હતું.