વાંસદા: નવસારી જિલ્લામાં અકસ્માત થંભાવાનું નામ નથી લઇ રહ્યા ગતરોજ પણ વાંસદા તાલુકાના હનુમાનબારી ભગત ફળિયામાં આવેલ પંચાઅમૃત હોટલની સામે બાઈક ચાલકે અજાણ્યા 60 વર્ષીય વૃદ્ધને અડફેટે લીધો હતો વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાની જાણકારી મળી છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ વાંસદા તાલુકાના હનુમાનબારી ભગત ફળિયામાં આવેલ પંચાઅમૃત હોટલની સામે 18મીએ મળસ્કે 5.45 કલાકે મોટી વાલઝર પટેલ ફળિયામાં રહીશ કનુભાઈ ભાણાભાઈ પટેલ નંબર GJ-5-BN-9920ની બાઈક લઇ વાંસદા શાકભાજી લેવા જતાં હતા આ સમયે અજાણ્યા વૃદ્ધ બાઈકના અડફેટે આવી જતા તેને ગંભીર ઈજા થઇ હતી તેને વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ત્વરિત ખસેડવામાં આવ્યા છતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

વાંસદાના પોલીસે અકસ્માતની ફરિયાદ નોધી મૃતદેહનું PM કરાવી નાખ્યું છે અને હાલમાં વાંસદા પોલીસ સગાબંધીને શોધવાની ગતિ તીવ્ર કરી દીધી છે.