વાંસદા: આજરોજ તાલુકાની ધી મોટી ભમતી સેવા સહકારી મંડળી લીમીટેડ ગોદાબારીમાં સસ્તા અનાજમાંથી BPL કાર્ડ ધારકોને આપવામાં આવતા ઘઉંમાં સંચાલક દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટચારની ઘટના વાયરલ વિડીયોથી સામે આવી છે.
ગામના જાગૃત નાગરિક હેમંતભાઈ દેશમુખ જેઓ વિડીયા દ્વારા આ સમગ્ર ભ્રષ્ટાચાર ઘટના બહાર લાવ્યા છે તેઓ Decision News ને જણાવે છે કે હું BPL કાર્ડ ધારક છુ અને હું સવારે મારા હકમાં આવતું અનાજ લેવા ગયો હતા ત્યાં મારી નજર અનાજ વજન કરતા ભાઈ પર પડી તેઓ ત્રાજવા નીચે મીઠાની થેલી મૂકી કાર્ડ ધારકોને વજન કરી આપી રહ્યા હતા. આ બાબતે મેં વજન કરતા ભાઈને પૂછ્યું કે મને કેટલા કિલો ઘઉં આપ્યા તેમણે કહ્યું કે ૨૮ કિલો તો મેં બીજા વજન કાંટા પર વજન કર્યું તો ૨૬ કિલો નીકળ્યું. મેં પૂછ્યું વજન કેમ ઓછુ બતાવે છે તો તેમણે કહ્યું અમે બરાબર જ આપીએ છીએ પછી મેં વજનની પ્રક્રિયા ફરીવાર કરાવી અને મોબાઈલમાં દ્વારા રેકોર્ડ કરી જુઓ આ વિડીયોમાં..
વાંસદા તાલુકાની ધી મોટી ભમતી સેવા સહકારી મંડળી લીમીટેડ મુ.પો ગોદાબારીમાં સસ્તા અનાજના ભ્રષ્ટાચારમાં મોતીભમતી, ચારણવાડા, ગોદાબારી, હોલીપાડા જેવા ગામોના BPL કાર્ડ ધારકોને સસ્તું અનાજ આપવામાં આવે છે. વિડીયોમાં બહાર પડેલી માહિતી મુજબ અને આ સરકારી મંડળીના કાર્ડ ધારકો વિષે Decision Newsએ સંચાલકને પૂછતા તેમણે BPL કાર્ડ ધારકોની સંખ્યા ૧૨૦૦ ગણાવી છે. વિડીયો અનુસાર જો દરેક કાર્ડ ધારક પર ૨ કિલો ઘઉંની ઉપચાત થતી હોય તો ૧૨૦૦ BPL કાર્ડ ધારકો પ્રમાણે એક કિલોના ૧૨ રૂપિયા પ્રમાણે ગણતરી માંડીએ તો મહિના ૨૮૦૦૦ અને વર્ષમાં ગણીએ તો ૩ લાખ ૪૫ હાજર ૬૦૦ રૂપિયા જેટલા માતબર રકમના ગરીબોના હકના ઘઉંના ગપચાવી જતા હોવાની આશંકા છે.આ ઉપરાંત આ સહકારી મંડલીમાં ચોખા, દાળ ખાડ વગેરેમાં પણ BPL કાર્ડ ધારકોને મળે છે તો શું એમાં આ સહકરી મંડળીના સંચાલક દ્વારા ભ્રષ્ટાચાર ન કરતો હોય.
રાજ્ય સરકાર કરોડો રૂપિયાના અનાજ આ કોરોનાના કપરા કાળમાં ધંધા રોજગાર બંધ થવાના કારણે ગરીબોને પોતાનું જીવન ગુજરાન ચલાવવા આપી રહી છે પણ આવા સસ્તા અનાજની દુકાનના ભ્રષ્ટ સંચાલકો ગરીબોના હકનું લઇ લેતા લેતા જરા પણ ખચકાતા નથી. શું આ સહકારી મંડળીમાં કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર વિષે સ્થાનિક વાંસદા તંત્ર અજાણ છે કે અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યું છે શું આવનારા સમયમાં આ ભ્રષ્ટાચાર બાબતે તંત્ર કોઈ પગલાં લેશે ખરું ? લેશે તો શું લેશે એવું જોવું રહ્યું.