સેલવાસ: વર્તમાન સમયમાં કોરોના મહામારીના વાતાવરણમાં કોરોના ગાઈડલાઈન્સને બાજુએ મૂકી દાદારા નગર હવેલી, સેલવાસ અને ખાનવેલમાં દારુ માટેની જોવા મળી રહેલી 400 મીટર જેટલી લાંબી લાઈનોની તસ્વીરો તમને ચકિત કરી દેશે.
Decision Newsને સુત્રોના જણાવ્યા અનુસાર આજે દાદારા નગર હવેલી, સેલવાસ અને ખાનવેલમાં દારુ લેવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી લગભગ દરેક દારૂના બાર પાસે લાંબી લાંબી લાઈનો લાગી હોવાની તસ્વીરો પ્રગટ થઇ છે. સુત્રોનું કહેવું છે કે સેલવાસમાં શનિ અને રવિ દારૂના બાર માંથી દારૂ આપવામાં આવતો નથી જેના કારણે બાકીના દિવસો દારૂ લેવા માટે લોકોમાં પડાપડી થતી હોય છે. આ એક જ દિવસની સ્થિતિ નથી દરરોજ આ જ પ્રકારની લાઈનો તમે નજરે નિહાળી શકશો.
સ્થાનિક સ્તરે કોરોના કપરા કાળ દરમિયાન એવી અફવા ફેલાય હતી કે જે આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન કરે છે તેને કોરોના થતો નથી. આ અફવાઓના કારણે કદાચ લોકોમાં દારૂની સેવન વધ્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.