ડાંગ: ગતરોજ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ અને ડાંગના બહુજન સમાજ પાર્ટી આગેવાનોની પાર્ટીના ઉદેશ્યો અને અગામી સમયમાં પાર્ટીના આયોજનો, પાર્ટીની વિચારધારાને સામાન્યજન સુધી લઇ જવાની રણનીતિ વિષે વિચાર-વિમર્શ મિટિંગ યોજાય હતી.
Decision Newsને મળેલી માહિતી અનુસાર ડાંગની રાજનીતિમાં આરંભ થી જ અગ્રેસર બનેલી બહુજન સમાજ પાર્ટીની વિચારધારાને લઈને સ્થાનિક સમાજના જનસામાન્ય સુધી પોહચી બસપાની સારી તસવીર ઉભી કરી લોકોનો પ્રેમ મેળવી તેમના પ્રશ્નો જાણી અને એના સમાધાન માટે કાર્યરત બનવા ગતરોજ બસપાના રાજ્ય સ્તરના અને સ્થાનિક આગેવાનોની ચર્ચા વિચારણા માટે મિટિંગ મળી હતી આ મીટીંગમાં બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશોકભાઈ ચાવડા અશોકભાઈ સિરસાત કિશોરભાઈ પટેલ મહેશભાઈ આહિરે જેવા હાજર રહ્યા હતા.
બસપા પાર્ટીના આગેવાનો દ્વારા જણાવાયુ કે બહુજન સમાજ પાર્ટી માત્ર પોતાનું પરિવારીક રાજનીતિ નથી પરંતુ એસ.સી એસ.ટી ઓબીસી જેવી માયનોરિટી સમાજને વંચિત અધિકારો પ્રાપ્ત કરાવવાનું મિશન છે. બસપા ભારત દેશની માત્ર એક જ પાર્ટી આપણું સમાજનું ભલું કરશે નહી તો આપણા સંવિધાન અધિકારો સમાપ્ત થશે આરક્ષણ આપણું પૂર્વજોએ આપેલું દેન છે જે ખાસ સમજવું જોઈએ. નોકરીઓ રોજગરીઓ ટ્રેન્ડર શિક્ષણ જંગલ જમીન રેવન્યુ 7AA જમીન પેસા એકટ અનુસૂચી 5 આ બાબતની જાણકારી લોકો સુધી પોહ્ચાડવીએ બહુજન સમાજ પાર્ટીનું મિશન છે જો આપણે આપણા સંવિધાનને જીવતું રાખીશું તો અપના આપણે જીવિત રહીશું. બસપાની વિચારધારામાં જન કલ્યાણ જ છે .

