કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શાહુડા ગામના નાના બરડા ફળિયામાં કેરોસીન ભરેલ GTK4457 નંબરનું ટેન્કર પલટી માર્યાની ઘટના બની હતી પરંતુ રાહતની વાત એ છે કે ડ્રાઇવર ક્લીનર બંન્નેનો ચમત્કારિક બચાવ થયો હતો.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતરોજ કપરાડા તાલુકાના શાહુડા ગામના નાના બરડા ફળિયામાં કેરોસીન ભરેલ GTK4457 નંબરનું ટેન્કર પલટી મારી ગયું હતું સુત્રના જણાવ્યા અનુસાર આ ટેન્કર કેરોસીન ભરીને નાની પલસાણ અને સુલિયા ગામ તરફ જતી વેળાએ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો આ ટેન્કર પલટી મારતાં હજારો રૂપિયાનું કેરોસીન ઢોળાઈ જવા પામ્યું હતું જોકે થોડું કેરોસીન સ્થાનિક લોકો દ્વારા વપરાશ માટે ડ્રમ અને કાર્બામાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કપરાડાના Decision Newsના રિપોર્ટર બીપીન રાઉતનું કહેવું છે કે આ કેરોસીન ક્યાંથી આવ્યું અને ક્યાં જતું હતું એની હાલમાં કોઈ માહિતી પ્રાપ્ત બની નથી એની તપાસ ચાલુ છે.

