કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબાજંગલ ગામના રંજપાડા ફળિયામાં જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ. આશા ગોહિલના અધ્યક્ષપણા હેઠળ ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૨ જેટલા ગૌવંશ વિતરણ કરવામાં આવ્યા.

Decision Newsને પ્રાપ્ત વિગતો પ્રમાણે આજરોજ સવારમાં કપરાડાના આંબાજંગલ ગામના કરંજપાડા ફળિયામાં જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ. આશા ગોહિલના અધ્યક્ષપણા હેઠળ શ્રી વલ્લભ ગૌશાળા તથા શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી અનીશભાઈ શેઠિયાના સહકારથી ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના જરૂરિયાતમંદ એવાં 32 લોકોને ગૌવંશ વિતરણ કરવામાં આવ્યા. આ સાથે કુલ 1120 ગૌવંશ ખેતી, પશુપાલન તથા પશુસંવર્ધન માટે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં લોકોને પૂરા પાડવામાં આવ્યાં. જુઓ આ વિડીયોમાં..

ગૌદાનના કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી અમરતભાઇ, ઉપસરપંચશ્રી સોમનાથભાઈ તથા ગામના આગેવાનો તેમજ કપરાડા તાલુકાના શિક્ષક મિત્રો શ્રી મહેશભાઈ ગાંવિત શ્રી વિમલ પટેલ તથા ડૉ. વિલ્સન મેકવાનની પણ પોતાની સમાજ સમર્પણ ભાવના દેખાડી હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.