ધરમપુર: 1 એપ્રિલ 2019ના ચાલુ શિક્ષણ સત્રમાં દરમિયાન બનેલી ધરમપુર તાલુકામાં છાત્રાલયની સગીર વિદ્યાર્થિનીને અલગ રૂમમાં બોલાવી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ ગુજારવાની ઘટનામાં ગતરોજ આરોપી ગૃહપતિની જામીન અરજી સેશન્સ કોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવતા ફરિયાદી પક્ષને ન્યાય મળવાની આશા વધુ દ્રઢ થઇ છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ધરમપુર તાલુકાના શાળામાં ધો.8માં છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી 14 વર્ષીની સગીર વિદ્યાર્થીની 1 એપ્રિલ 2019ના રોજ રાત્રે નવ વાગ્યા સમયગાળા દરમિયાન પોતાના રૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે છાત્રાલયમાં અભ્યાસ કરતી ફાલગુની બાબુ ભોયાએ તેને ગૃહમાતા અરૂણાબેન બોલાવે છે તેમ કહેતા સગીરા ગૃહમાતાને મળવા ગઈ હતી ગૃહમાતા સગીરા ને જણાવ્યું કે તને ગૃહપતિ સુનિલ બોલાવે છે. સગીરા ગૃહપતિ સુનિલ મળવા જતા સગીરાને લગ્નની લાલચ આપી જબરજસ્તીથી ખેંચી બાજૂના રૂમમાં લઇ જઇ ગૃહપતિએ દૂષ્કર્મ કર્યું હતું
આ ઘટનાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે પરીવાર દ્વારા નોંધવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પરિવારના જ એટલે કે કૌટુંબિક કાકાનું સગપણ ધરાવતા ગામ હનમતમાળ, સોનાર ફળિયા તા.ધરમપુરના રહેવાસી હવસના ભૂખ્યા ગૃહપતિ સુનિલ રમતુભાઇ પાડવીની ધરમપુર પોલીસધરપકડ કરવામાં આવી હતી. ગતરોજ ગૃહપતિએ પત્નીની સારવાર માટે જામીન અરજી કરી હતી પણ DGP અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખી પોક્સો એકટનાસ્પે.જજ એમ.આર.શાહે અરજી નામંજૂર કરી હતી.