વલસાડ: હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે મળેલા ધોરણ ૧૦માં માસપ્રમોશન પ્રમાણે આજરોજ વલસાડ જિલ્લાના NSUI ટીમ દ્વારા ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓના માસપ્રમોશન આપવામાં આવે તે અંતર્ગત વલસાડના કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધોરણ ૧૨ ના રીપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન મળે એ અંગે NSUI પ્રમુખે શું કહ્યું જુઓ આ વિડીઓમાં..

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૨ની બોર્ડની રેગ્યુલર વિધાર્થીઓની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા અને ધોરણ ૧૦માં આપવામાં આવેલા માસ પ્રમોશનને ધ્યાનમાં લઇ વલસાડ જિલ્લાના NSUI પ્રમુખ દશરથ કડુ દ્વારા ધોરણ ૧૨ ના રીપીટર વિધાર્થીઓને પણ માસ પ્રમોશન મળે એવી અપીલ સાથે કલેકટરશ્રી આવેદનપત્ર આપી ભલામણ કરવામાં આવી છે.