ધરમપુર: આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધરમપુર દ્વારા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટનાના સહકારથી ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત ચિંચઓઝર ગામે ૧૨૫થી વધુ પરિવારના ૫૦૦ જેટલા સદસ્યોના ઓક્સીજન લેવલ, તાપમાન માપી તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ધરમપુર ચિંચઓઝર ગામમાં ૧૨૫થી વધુ પરિવારના ૫૦૦ જેટલા સદસ્યોના ઓક્સીજન લેવલ, તાપમાન માપી તથા માસ્ક વિતરણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધરમપુર એક પહેલ કરવામાં આવી હતી જેમાં ખોબાના લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટનાના સહકાર લઇ આદિવાસી ગામોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હાલમાં કોરોનાનું સંક્રમણ કે કેસો ઓછા થયા છે પરંતુ આપણે એ ન ભુલાવું જોઈએ કે કોરોના સંપૂર્ણ રીતે આપણા સ્થાનિક વિસ્તારોમાંથી નષ્ટ થયો નથી જેના કારણે કેટલીક સંસ્થાઓ આવા પ્રકારના સમાજહિત અને મહામારીના અટકાવવાના કામો કરી રહી છે.