સેલવાસ: કોરોના મહામારીના સમયમાં રક્તદાનની જરૂરિયાત સમજીને આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સેલવાસા દ્વારા સેલવાસના આદિજાતિ વિસ્તાર ધરાવતાં સિંદોની ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સેલવાસના સિંદોની ગામમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સેલવાસા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું જેમાં મોટા પ્રમાણમાં સ્થાનિક રક્તદાન કરનારા યુવા રક્તદાતાઓએ ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરમાં લગભગ ૩૫ જેટલી બોટલો રક્તની ભેગી કરવામાં આવી હતી.

આ રક્તદાન શિબિરના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય સિંદોણી, વિપુલભાઈ કાકડભાઈ ભુસારા અને સિંદોણી ગ્રામ પંચાયતના આગેવાનો, સિંદોણી ગામના અને આસપાસના વિસ્તારોના યુવાનોએ પણ ભાગ લીધો હતો અને અગામી સમયમાં પણ સમાજને જરૂરિયાત સમયે રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.