ડાંગ: દક્ષિણ ગુજરાત છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં બસપા.પાર્ટીના કાર્યકર્તાઓને નામી અનામી કારણોમાં સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિરુદ્ધ બસપા ગુજરાત પ્રદેશ ડાંગ અધ્યક્ષ મહેશભાઈ આહિરે દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Decision News સાથે બસપા ગુજરાત પ્રદેશ ડાંગ અધ્યક્ષ મહેશભાઈ આહિરે જણાવે છે કે ડાંગના સત્તા ધારીઓ દ્વારા પ્રસાશનિક અધિકારીઓને આગળ કરી તેઓ દ્વારા અધિકારોનો ખોટી રીતે ઉપયોગ કરી બસપા કાર્યકરો હેરાનગતિ કરવામાં આવી રહી છે. જો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ડાંગના કલેકટર શ્રી દ્વારા ઝડપથી કોઈ નિર્ણય ન લેવામાં આવે તો બસપા પાર્ટી આખા ગુજરાત લેવલ પર આંદોલન કરવામાં આવશે આ પ્રકારની હેરાનગતિ બસપા પાર્ટી દ્વારા ચલાવી લેવામાં આવશે નહિ.

વર્તમાન સમયમાં બસપા ડાંગમાં પોતાની પાર્ટીને મજબુત કરવામાં અને લોકસેવા સાથે લોકોની સમસ્યાના નિરાકરણ માટે કામ કરી રહી છે ત્યારે સ્થાનિક બસપાના પાર્ટીના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર લોકો પાર્ટીના કાર્યકર્તા પર દબાણ વધારવા માંગે છે. જેનો બસપા પાર્ટી વિરોધ કરી રહી છે.