વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં આવેલા ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચના એક પરિવારનો એક જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી હતી. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 2 માસૂમ બાળકો અને માતાનું ઘટના સ્થળે પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
Decision Newsને મળેલી વિગતો અનુસાર વલસાડ નજીક સર્જાયેલ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ભરૂચના એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું જેમાં 2 માસૂમ બાળકો અને તેમની માતાનો પણ હતી. હાલમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વલસાડના ગુંદલાવમાં રવિવારની રાત્રિએ GJ-16-CB-3512 નંબરની કાર અને ટ્રક વચ્ચે થયેલા આ જીવલેણ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

