ગુજરાત: દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે ત્યારે આ વખતની તેમની એન્ટ્રી કઈક અલગ જ અંદાજમાં જોવા મળી તેમણે ૨૦૨૨ની ચુંટણીમાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાહટ મચાવતા રાજકીય સમીકરણોને ઉથલપાથલ કરવાના એંધાણ શરુ કરી દીધા છે
કેજરીવાલે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે જ્યારે આજે સવારે દિલ્લીથી પોતે અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટની બહાર એક કર્મચારીએ તેઓ ને રોકી સેલ્ફી લેવા આગ્રહ કર્યો ત્યારે મેં ઈશુદાન ગઢવી આજે આપમાં જોડાયા હોવાની વાત કરી તો કર્મચારીઓ કહ્યું, ઈશુદાન ગુજરાતના બીજા કેજરીવાલ છે અને આપ માં આવશે તો જનતા ના હિત ના કામો થશે. કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર ચાબકા મારતા કહ્યું, ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસ ની જુગલબંધી છે, ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે. 27 વર્ષ બંને પાર્ટીની મિત્રતા છે. કોંગ્રેસ જાણે કે ભાજપના ખિસ્સામાં હોય તેવું જણાય છે. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે, વેપારીઓમાં ડર છે. તેમજ બંને પાર્ટીઓએ કોરોનામાં ગુજરાતને અનાથ છોડી દીધાની નારી આંખે દેખાય આવે છે.
તેમણે કહ્યું કે દિલ્લીમાં જો વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે ? તેઓ એ 2022 વિધાનસભા માટે કહ્યું કે ગુજરાત ની તમામ 182 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ની હાલત ખરાબ છે ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે પણ હવે આપ ની એન્ટ્રી થઈ છે કોઈ નું કાંઈ ચાલવાનું નથી અને ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે.