ગુજરાત: શું તમને ખબર છે પહેલાંના વર્ષો દરમિયાન મનુષ્યને રક્ત પહોંચાડવાની પદ્વતિ પહેલા તેમનું પરિક્ષણ કૂતરા ઉપર થયું હતું, ત્યારબાદ કોઇ ગૃપ જાણ્યા વગર જ એકબીજામાં રક્તનું પ્રદાન કરવામાં આવતું જે ઘણી વખત નકારાત્મક પરિણામ પણ લાવતું, જેનું સમાધાનનો દિવસ હતો 14મી જૂન, જે દિવસે ઇ.સ.1868માં કાર્લ લેન્ડસ્ટીનરના જન્મની સાથે રક્તના નામનું બી આવ્યું. અને સમય જતા કાર્લએ રક્તના નામ શોધ્યા, આ નામને ગૃપમાં વહેંચવામાં આવ્યા, જે બદલ તેમને ઇ.સ.1930માં નોબલ પુરસ્કારથી નવાજ્યા. જ્યારે 2005માં (WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને) રક્તના રંગનું ક્રોસ આપ્યું અને “વિશ્વ બ્લડ ડોનટ ડે” ઉજવવાની શરૂવાત થઇ હતી.

ઉલ્લેખનીય છે કે “રક્તની દરેક બુંદ જીવન આપે છે” આપણે જાણીએ છીએ કે રક્તદાન કરનારાને પણ ઘણા લાભો થાય છે. જેમકે જે વ્યક્તિના શરીરમાં આર્યનનું પ્રમાણ વધુ છે, તે લીવરની સમસ્યાથી પીડાય છે પરંતુ તે દર 3 મહિને રક્તદાન કરે તો તેની કેલરીમાં ઘટાડો થાય છે, જેનાથી મોટાપાથી પણ રાહત મળે છે અને ચરબીને લગતા રોગથી રાહત થાય છે, બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.

આપણી વચ્ચે રહેતા આપણા સમાજના રક્તદાન કરનારા રક્તદાતાઓને દિલથી સલામ કરી ચાલો.. આજના દિવસને સૌ કોઇ યાદગાર બનાવીએ એક રક્તની બુંદથી જીવન બચાવી કોઈની જિંદગીમાં ખુશાલી લાવવાની પહેલ કરીએ અને લોકોને રક્તદાન માટે જાગૃત કરીએ.