ગુજરાત: વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોના બીજી લહેરમાં ઓછી થતાં સૌરાષ્ટ્રનું નું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે આ કારણે રાજ્યના જલારામના ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે કોરોના સંક્રમણને અટકાવવા અને કોરોના કેસોની સંખ્યામાં નિયંત્રણમાં લાવવા રાજયના ધાર્મિક મંદિરો બંધ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે ગુજરાતમાં કોરોનાનું વહેણ ધીમું પડતાં હવે મંદિરો ખોલવામાં આવી રહ્યા છે. આજ રોજ સૌરાષ્ટ્રનું નું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર પણ દર્શન માટે ખુલ્લુ મુકાયુ છે.

Decision Newsને સ્થાનિક સૂત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિરપુરનું જલારામ મંદિર પણ દર્શન માટે ખુલ્લુ તો રહશે પણ સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે નહિ અને દર્શનાર્થીઓએ પણ દર્શન કરતી વખતે ફરજિયાત માસ્ક અને સોશલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત કરાયું છે  દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. તથા દર્શનાર્થીઓ માટે ટોકન સિસ્ટમથી રાખવામાં આવી છે.