કપરાડા: વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે ત્યારે કપરાડા તાલુકાના ખૂટલી ગામથી માની ફળીયા તરફ જતા રસ્તા અને આમધા ગામના મુખ્ય રસ્તાની હાલત વરસાદના પાણીને કારણે અંત્યત બિસ્માર બની જવાની વાત સામે આવી રહી છે
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ખૂટલી માની ફળિયાનો રસ્તા અને આમધા ગામના રસ્તા પર પહેલા જ વરસાદમાં મસમોટા ખાડા અને કાદવ કીચડ કારણે ઈમરજન્સી દર્દીને દવાખાનામાં સુધી લઇ જવું અઘરું પડી શકે છે. બિસ્માર થયેલા આ રસ્તા કારણે સ્થાનિક લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. હાલમાં તો આ રસ્તાનો પર સ્થાનિક લોકોમાં ટુ વિકલ તો દુરની વાત રહી ચાલતો વ્યક્તિ પણ કંટાળી જાય છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે દર ચોમાસામાં જ મુશ્કેલીઓ પડે છે તંત્રમાં રજુવાતો કર્યા છતાં આ રસ્તાની સમસ્યા હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
સ્થાનિક રિપોટર બીપીન રાઉત જણાવે છે કે આ બિસ્માર રસ્તાઓ સરકારી ચોપડે મંજુર તો થઇ ગયા છે પણ કોન્ટ્રાક્ટરે હજુ ભર ઉંઘમાં રાંચી રહ્યા હોવાના કારણે હજુ રસ્તાનું કામ ચાલુ નથી કર્યું પછી ચોમાસાં દરમિયાન રસ્તાની ઠેકાણા વગરની કામગીરી હાથ ધરશે. ચોમાસામાં રસ્તો પાછો ધોવાશે અને સરકારી નાણા વેડફાઈ જશે. પરંતુ કોન્ટ્રાક્ટરો તો પોતાના હિસ્સાનું કમાઈ લેશે. દર ચોમાસામાં રસ્તામાં પડતી મુશ્કેલીઓને સહન કરવાનું તો સ્થાનિક લોકોને જ ભાગે આવશે. ખૂટલી અને આમધાના લોકો માંગણી કરી રહ્યા છે કે રસ્તાનું કામ ઝડપથી થઇ જવું જોઈએ.

